Genius Daily News
ગોધરાપંચમહાલ જિલ્લો

ગોધરાના ગોંદરા મેસરી નદીના કોઝવે પર ધસમસતા પાણીમાં છકડો તણાયો આ સમગ્ર ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો

પંચમહાલ જિલ્લામાં તેમજ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે જિલ્લાના તમામ જળાશયો માં પાણીની જંગી આવક થઈ છે. અનેક કોઝવે તેમજ નાળા પાણીમાં ડૂબ્યા છે તો બીજી તરફ ગોધરા શહેરના મધ્ય માંથી પસાર થતી મેસરી નદી પણ હાલ બંને કાંઠે વહી રહી છે ત્યારે ગોધરા શહેરના ગોંદરા વિસ્તાર અને વ્હોરવાડ વિસ્તારને જોડતા મેસરી નદી પરનો કોઝવે હાલ પાણીમાં ડૂબ્યો છે ત્યારે મેસરી નદીના પાણીમાં એક છકડો પાણીમાં તણાયો હોય એવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
બીજી તરફ ચાલકની સતર્કતાને પગલે તેનો આબાદ બચાવ થયો છે પરંતુ છકડો પાણીમાં તણાવા લાગ્યો હતો બીજી તરફ ઘટનાની જાણ થતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા જે બાદ ક્રેન મારફતે છકડાને બહાર કાઢવામાં આવ્યો હતો સોશ્યલ મીડિયામાં હાલ સમગ્ર વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Related posts

બિયરની ખાલી બોટલમાં સાપ ફસાયો

admin

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગુડ્સ રોપ-વેનો તાર તૂટતાં ૬ લોકોનાં કરુણ મોત

admin

શ્રી નારાયણ વિરાટ વિશ્વ શાંતિવન તાજપુરા મુકામે 25000 વૃક્ષોનું વાવેતર કરાશે…

admin

Leave a Comment