છોટાઉદેપુર નગરના ગુરુકૃપા સોસાયટી ખાતે આવેલ પ્રગટ પુરુષોત્તમ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા નું આયોજન કરાયું હતું. જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આ પ્રસંગે લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, પૂર્વ રાજ્ય સભાના સંસદ અને પૂર્વ રેલ્વે રાજ્ય મંત્રી નારણભાઈ રાઠવા, એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયદીપભાઇ રાઠવા, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રાજેશભાઈ રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંડોળાનું આયોજન કરાયું હતું. સાથે સાંસદ જશુભાઈ રાઠવા સહિત ભાવિક ભક્તોએ આરતીમાં પણ ભાગ લીધો હતો.

