37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
ક્રાઇમગુજરાતપલસાણાસુરત જિલ્લો

સુરતમાં 3 વર્ષની માસૂમ બાળકી સાથે દુ-ષ્કર્મનો મામલો સામે આવતા ચકચાર મચી

ખરેખર કળિયુગ જોવા મળી રહ્યો છે. સુરતમાં 3 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવતા ચકચાર મચી ગઈ છે. સુરતના પલસાણાના વરેલી ખાતે એક નરાધમે આ માસૂમ બાળક સાથે દુષ્કર્મ આચર્યું. આ નરાધમ બાળકીને લઈને જતો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે. છેલ્લે મળતી માહિતી મુજબ કડોદરા પોલીસે આ નરાધમને ઝડપી પાડ્યો છે.

સુરતના પલસાણાના વરેલી ખાતે એક શ્રમજીવી પરિવારની ૩ વર્ષની દીકરી ઘર આગણે રમતી હતી. ત્યારે આરોપીએ પોતાનો બદઈરાદો પૂરો કરવા માટે તેના ઘરે લઇ ગયો હતો.આરોપી બાળકીને લઇને જતો હતો ત્યારે વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ આરોપી બાળકી સાથે કેદ થયો હતો. આરોપી બાળકીને અડધો કિલોમીટર આવેલા પોતાના રૂમ ખાતે લઇ ગયો હતો. જ્યાં બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. થોડા સમય બાદ બાળકી રડતી રડતી ઘરે આવી હતી. પરિવાર જણોને જાણ થતા આભ તૂટી પડ્યું હતું.

આ આરોપી બાળકીને ફોસલાવી તેના ઉપર વાલ વરષાવાનું નાટક કરીને પોતાની સાથે લઇ અને આ કૃત્ય કર્યું. ત્યારે હવે માસુમ બાળકોની સુરક્ષા જાણે એક પ્રશ્ન બનીને ઉભો થઇ રહ્યો છે. ઘર આંગણે પણ શું બાળકો સુરક્ષિત નથી. બાળકીના માતા પિતા તાબડતોબ પોલીસ મથકે જાણ કરી. ફરિયાદ નોધાવી. પોલીસે ફરિયાદ નોધી કાર્યવાહી કરી હતી. જેમાં સીસીટીવી ફૂટેજ સામે આવતા જ આરોપીને ઝડપી પાડ્યો હતો.

Related posts

કેદારનાથ યાત્રા જતા ગુજરાતના પાંચ મિત્રોને નડ્યો ‘ભયાનક અકસ્માત’ 4ના મોત

admin

રાજ્યમાં મહિલાઓ અને બાળકો પર અત્યાચાર, શોષણ અને દુષ્કર્મના બનાવો પર સદંતર અંકુશ લાવવા એક દિવસમાં સાત દુષ્કર્મીને આજીવન કેદ

admin

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નવા શૈક્ષણિક વર્ષમાં પાઠ્યાપુસ્તકોમાં ફેરફાર કરવાનો નિર્ણય

admin

Leave a Comment