2જી ઓક્ટોબર 2024 બુધવારના રોજ ભારત દેશના મહાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી છે જેઓ સ્વચ્છતાના આગ્રહી અને હિમાયતી હતા તેમજ દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસથી આ ઉજવણીના ભાગરૂપે 17મી સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સુધી “સ્વચ્છતા હી સેવા” પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે બપોરે દરમિયાન લેઉવા પટેલ વાડી, ડભોઇ ખાતે ધારાસભ્યશ્રી શૈલેષભાઇ મેહતા (શોટ્ટા)ની અધ્યક્ષતામાં a પખવાડિયા દરમ્યાન સારી કામગીરી કરનાર સંસ્થા તથા લોકોને પ્રમાણપત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં તા.17 સપ્ટેમ્બર થી આજે દિન સુધી વિવિધ થીમ આધારિત સ્વચ્છતા નો સંદેશ આપતા વિવિધ કાર્યકમો નગરમાં યોજવામાં આવ્યા હતા.
આ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ડભોઇ નગરપાલિકા દ્વારા નગરના નગરજનો, નગરની શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ બચાવી પોતાની જાતને બચાવોના સૂત્ર સાથે ઝીરો વેસ્ટ ઇવેન્ટ, બાય વેસ્ટ ટુ વેલ્થ એટલે કે દરેક સ્થળે થતો કચરો સંપૂર્ણપણે અટકાવી કુદરતી સંપત્તિના બચાવના નિર્ધાર સાથે વિવિધ પ્રકારના પ્લાસ્ટિક તેમજ કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતા કચરા વેસ્ટમાંથી તૈયાર કરાયેલ બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ કાર્યક્રમ, યોગ કાર્યક્રમ, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા રંગોળી સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓનું ધારાસભ્યશ્રી તથા નગરના મહાનુભાવના વરદ હસ્તે પ્રમાણપત્ર તેમજ સફાઈ સૈનિકોને રૂ. 10000/-નું ઇનામ આપી સન્માન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો તથા લોકો દ્વારા સ્વચ્છતાના શપથ પણ લેવામાં આવ્યા હતા. આ સમગ્ર પખવાડિયા દરમ્યાન ખુબ જ જહેમત ઉઠાવી કામગીરી કરનાર સેનેટરી વિભાગની કામગીરીને બિરદાવી હતી.
આજના આ કાર્યક્રમમા કારોબારી સભ્યશ્રી શશીકાંતભાઈ પટેલ, પ્રમુખશ્રી બીરેન શાહ, ચીફ ઓફિસર જયકિશન તડવી ડભોઈ શહેર પ્રમુખ સંદિપ ભાઈ શાહ, ડભોઇના સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર શ્રીમતી મોનાબેન મકબુલભાઈ મકરાણી, મેનજર મહેશભાઈ પરમાર, મહેશભાઈ વસાવા તેમજ ડભોઇ નગરના નગરજનો તથા નગરપાલિકાના કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

