આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫ મિશન અંતર્ગત વડોદરા શહેર મહાત્મા ગાંધી નગરગૃહની સામે, જ્યુબેલીબાગ ખાતે સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર માં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી વિવિધ પ્રકાર ના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત આજે ગાંધીનગર ગૃહ થી જુબેલીબાગ ના માર્ગ પર પડેલા કચરા ની સાફ-સફાઈ કરવામાં આવી હતી. 17 મી સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવનાર છે ત્યારે પાલિકા ના પદ અધિકારીઓ આજે ગાંધીનગર ગૃહ ખાતે સફાઈ કરવામાં આવી હતી અને સફાઈ અભિયાન અંતર્ગત આજે સફાઈ કર્મચારીઓને હાથના મોજા અને જેકેટ આપવામાં આવ્યા હતા પરંતુ આ સફાઈ કર્મચારીઓ રોજિંદા સફાઈ કરતા હોય છે ત્યારે તેઓની સ્વસ્થ પર અસર ન થાય તે માટે તંત્ર દ્વારા હાથના મોજા જાકેટ અને માસ્ક આપવામાં આવતા હોય છે પરંતુ રોજિંદા સફાઈ કરતા કર્મચારીઓને આ તમામ સુવિધા જોવા મળતી નથી અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે તમામ સફાઈ કર્મચારીઓને હાથના મોજા જેકેટ અને માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા સાથે પાલિકાના પદ અધિકારીઓના હાથમાં મોજા અને મોઢા પર માસ્ક જોવા મળ્યા હતા અને આ કાર્યક્રમમાં જોડાયેલા તમામ કર્મચારીઓ અને પદ અધિકારીઓ એ સ્વચ્છતા સેવા અંતર્ગત શપથ લીધી હતી

