Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુરના દેવહાટ ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

છોટાઉદેપુરના દેવહાટ ખાતે ઝારોલા લાયન્સ હોસ્પિટલ સંખેડા અને ઈકો યુનિટી ટ્રાયબલ પ્રોગ્રેસ ઇનિશયેટીવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર ના સહયોગથી આજે નેત્ર તપાસ તેમજ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તેમજ ટીબી રોગના નિદાન સહિત ની તપાસ માટે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું

   જેમાં ઝારોલા લાયન્સ હોસ્પિટલ ના કર્મચારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો પાઉલ વસાવા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી ડો.મનહર રાઠવા ની આરોગ્ય ટીમ દ્વારા કેમ્પ માં આવેલ લાભાર્થીઓ ને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી જેમાં ૪૦૦ થી વધુ લાભાર્થીઓ લાભ લીધો હતો. 

જેમાં થી ૨૦૦ જેટલા લોકોને મફતમાં ચશ્મા વિતરણ કરાયા હતા જ્યારે ૨૦ જેટલા દર્દીઓ ને મોતીયા સહિત ના ઓપરેશન માટે ઓળખ કરી મફતમાં ઓપરેશન માટે ઝારોલા લાયન્સ હોસ્પિટલ સંખેડા ખાતે રિફર કરવામાં આવ્યા હતા.

સદર કેમ્પ માં ઈકો યુનિટી ટ્રાયબલ પ્રોગ્રેસ ઇનિશયેટીવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર ના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા, જિલ્લા ટીબી-એચઆઇવી કો-ઓર્ડિનેટર વાલસિંગભાઈ રાઠવા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવહાટ ના આરોગ્ય સુપરવાઈઝર ખુરસિંગભાઈ
રાઠવા ,અંબાલા જૂથ ગ્રામ પંચાયત ના સરપંચ વેચાણ ભાઈ રાઠવા સહિત ના સ્થાનિક યુવાનોએ સર્વરોગ નિદાન કેમ્પ ને સફળ બનાવ્યો હતો.

Related posts

બે દિવસથી માર્ગો તૂટી ગયો ગામના લોકો દ્રારા સૂત્રોચ્ચાર છતાં તંત્રના અધિકારીઓના આવતા લોકો મુશ્કેલીમાં

admin

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છોટાઉદેપુર દ્વારા GCAS પોર્ટલ થકી વિધાર્થીઓને પડતી સમસ્યાઓના નિવારણ બાબતે કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.

admin

સંખેડાની વારસાગત હસ્તકલાને નવી દિશા આપતા કલેકટર ગાર્ગી જૈન

admin

Leave a Comment