Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર તાલુક આઇસીડીએસ વિભાગ દ્વારા ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમનું થયું આયોજન.

વિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળ ધારીબાઈ પાસ ખાતે વિસાવદર icds વિભાગ દ્વારા તાલુકા પોષણ ઉત્સવ યોજવામાં આવ્યો હતો તેમજ ટીએચઆર અને મિલેટ્સ માંથી વાનગી બનાવી અને વાનગી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું . પધારેલા આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો સાથે સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા વાનગી સ્પર્ધા નું નિર્દેશન કરી સ્પર્ધામાં એક બે ત્રણ નંબરને વિજેતા કરવામાં આવ્યા હતા . જેમને ઉપસ્થિત મહેમાનોના હાથે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે આંગણવાડી વર્કરો હેલ્પર બહેનો તેમજ આંગણવાડીના લાભાર્થીઓ અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ આગેવાન અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ મિલેટ્સ અને ટી એચ આર ની મહત્તા જણાવતા પોતાના મંતવ્યોમાં જણાવ્યું હતું કે આ પ્રોટીન યુક્ત આહાર છે જે આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે અને તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ આ પ્રસંગે આંગણવાડીના નાના નાના ભૂલકાઓ દ્વારા પણ અભિનય ગીત અને વક્તવ્ય રજૂ કરવામાં આવ્યો હતો તેઓને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આમ વિસાવદર ઘટક નો તાલુકા કક્ષાનો પોષણ ઉત્સવ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આજે સંપન્ન થયો હતો રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

Related posts

વિસાવદર એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય રાસ ઉત્સવ

admin

વિસાવદર આર્ય સમાજ મંદિરે વિનામૂલ્યે સેવા યજ્ઞ પૂર્ણ

admin

વિસાવદર તાલુકાના મોટા ભલગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ

admin

Leave a Comment