સોમા તળાવ વિસ્તારમાં મકરસંક્રાંતિ પર્વ દરમિયાન એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. નશાની હાલતમાં એક યુવકે 6 વર્ષીય માસુમ બાળકી સાથે ચેડા કરી દુષ્કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતા બાળકીના પરિવારજનોએ આરોપી યુવકને પકડી કપુરાઈ પોલીસ સ્ટેશનના હવાલે કર્યો હતો. ઘટનાને લઈ વિસ્તારમાં ભારે રોષ ફેલાયો હતો.
પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ લાગુ પડતી વિવિધ કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે બાળકી અને તેના પરિવારને સંપૂર્ણ સુરક્ષા અને ન્યાય અપાવવાની ખાતરી આપી છે.

