મીની ટ્રાવેલ્સ ડમ્પર પાછળ ઝડપભેર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો.
ચુડા તાલુકાના મોરવાડ ગામનાં ઓવરબ્રિજ નજીક અકસ્માત સર્જાયો હતો.
રાજકોટ થી અમદાવાદ મીની ટ્રાવેલ્સ બસ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો.
પશ્ચિમ બંગાળનો પરિવાર અમદાવાદ થી સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો.
અકસ્માતમાં મોતને ભેટેલા તમામને લીબંડી કોલ્ડ સ્ટોરેજમાં રખાયા છે. પરિવારજનોના આવ્યા બાદ પોલીસ આગળના કાર્યવાહી હાથ ધરશે.
અકસ્માતમાં 6 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજયાં હતાં.
10 લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં
108 ની ટીમ ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયાં હતાં.
અકસ્માતનાં પગલે ચુડા પોલીસ દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

