સાવલી ખાતે આવેલી ગંગોત્રી ચેરિટેબલ ટ્રસ્ટ સાવલી સંચાલિત શ્રી ગંગોત્રી વિદ્યાલય અંગ્રેજી માધ્યમ શાળામાં બાળ વૈજ્ઞાનિકો માટે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળા દ્વારા અગાઉ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાન આધારિત વિવિધ કૃતિઓ અને પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. નિર્ણયક મંડળે આ કૃતિઓનું મૂલ્યાંકન કરી શ્રેષ્ઠ પ્રોજેક્ટ પસંદ કર્યા હતા. ત્યારબાદ પસંદગી પામેલા બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવા માટે શાળામાં સન્માન સમારંભ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ પ્રોજેક્ટ બનાવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, આચાર્યમંડળ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્કૂલ ઇનચાર્જ નેહાબેન અને નિરમાબેન સહિત શિક્ષકમિત્રોએ વિશેષ મહેનત કરી હતી. અંતે શાળાના પ્રિન્સિપાલ પંકજ ત્રિવેદી દ્વારા ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

