Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ફતેપુરા કોયલી ફળિયામાં આવેલા એક મકાનની બહાર ગેસ લાઈનમાં લિકેજને કારણે આગ લાગી

વડોદરા શહેરના ફતેપુરા કોયલી ફળિયામાં આવેલા એક મકાનની બહાર ગેસ લાઈનમાં લિકેજને કારણે આગ લાગી હતી.જેના કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

વડોદરા શહેરના ફતેપુરા કોયલી ફળિયામાં આગ લાગવાની ઘટના બની હતી. ગેસ લાઇનમાં આગ લાગતા એકાએક આગની જ્વાળાઓ નીકળતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો જ્યારે બનાવવાની જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી તપાસ કરતા ગેસ લીકેજના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે બીજી તરફ આગની જ્વાળાઓ અને અને વીજ વાયરમાં ભડાકા થતા જોવા મળ્યા હતા. બનાવને પગલે ગયા વિભાગની ટીમો પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ગેસ પુરવઠો બંધ કરી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી જ્યારે બીજી તરફ સમગ્ર વિસ્તારમાં કલાકો સુધી ગેસ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

Related posts

ઠંડીમાં માનવતા નું ઉત્તમ ઉદાહરણ, નિરાધારોને હુંફ યજ્ઞનો પ્રારંભ : ૨૦૦૦ ધાબાળા વિતરણ કરવામાં આવશે

admin

વડોદરા શહેરના કૈલાશ પાર્ટી પ્લોટ નજીક આવેલા અમરદીપ બંગલોઝના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

admin

નાણાંની ઉઘરાણી મુદ્દે યુવકને હાથ અને મોઢા પર માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ

admin

Leave a Comment