વડોદરા શહેર અને જિલ્લાની નદીઓ મગરોનું રહેઠાણ છે અહીં વિશ્વામિત્રી ઢાઢર સહિતની નદીઓમાં મોટી માત્રામાં મગર વસે છે ત્યારે વડોદરા શહેર અને જિલ્લામાં મગર અનેક વખત માનવ વસાહતોમાં પણ આવી જતા હોય છે ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈના અમરેશ્વર ગામે એક મહાકાય મગર આવી ચઢ્યો હતો જેની જાણ વનવિભાગને કરવામાં આવતા ટીમે સ્થળ પર પોહોચી મહાકાય મગરનું સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું,લગભગ 15 ફૂટ લાંબા મગરના રેસ્ક્યુ બાદ ગામના લોકોએ હાશ અનુભવી હતી.મહાકાય મગર રેસ્કયુનો વિડીયો સામે આવ્યો છે.

