40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં 60 ગણેશ મંડળોની ભાગીદારીથી ભવ્ય રક્તદાન મહાદાન કાર્યક્રમ યોજાયો

વડોદરા શહેરમાં તિરંગા ગ્રુપ તથા વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખાના સંયુક્ત આયોજન હેઠળ ભવ્ય રક્તદાન મહાદાન કાર્યક્રમ યોજાયો હતો. સમાજ સેવા અને માનવતા ના ઉદ્દેશ સાથે યોજાયેલા આ મહાયજ્ઞમાં શહેરના અંદાજે 60 જેટલા ગણેશ મંડળોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ દરમિયાન આશરે 600 યુનિટ જેટલું રક્ત એકત્રિત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. યુવાનો, સેવાભાવી નાગરિકો તથા વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરીને માનવસેવાનો અનોખો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે ષષ્ઠપીઠાધિશ્વર પૂ.પા.ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજ, યુવાવૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ શ્રી શરણમકુમારજી મહોદય, કોઠારી શ્રી ધનશ્યામસ્વરૂપદાસ શાસ્ત્રી (વાડી સ્વામિનારાયણ મંદિર), તેમજ ISKCON મંદિરના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી, એડવોકેટ હિતેશ ગુપ્તા અને તિરંગા ગ્રુપના પ્રમુખ તથા કાર્યકર્તાઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

બાજવાડા સ્થિત કલ્યાણ પ્રસાદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધ્વનિ બ્લડ સેન્ટર દ્વારા તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આગેવાનો દ્વારા રક્તદાનને “મહાદાન” ગણાવી વધુમાં વધુ લોકોને આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી.

Related posts

વડોદરા શહેર સૂસેન તરસાલી રોડ આનંદબાગ સોસાયટીની સામે કોર્પોરેશનના ડમ્પર ચાલકે કારને લીધી અડફેટે

admin

ડભોઇ તાલુકાના થરવાસા પાસે પાણીની લાઈનમાં ભંગાણ, હજારો લિટર પીવાનું પાણી વેડફાયું ​તંત્રની ઘોર બેદરકારી

admin

વડોદરા શહેરના કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકા બાદ સફેદ વાઘનું પુનરાગમન

admin

Leave a Comment