Genius Daily News
Uncategorized

ડભોઇ 77મા પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી બિલાલ મસ્જિદ હોલમાં ભવ્ય ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો

ડભોઇ ભારત દેશના 77મા રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિન નિમિત્તે ડભોઇ ખાતે માનવતા અને સેવાનો સંગમ જોવા મળ્યો હતો. ‘દેવ હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ. તથા મન્સૂરી પિંજારા વોરા ટ્રસ્ટ, ડભોઇ’ ના સંયુક્ત ઉપક્રમે બિલાલ મસ્જિદ હોલ ખાતે એક વિશાળ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

​નિષ્ણાત તબીબો દ્વારા સેવા ​આ કેમ્પમાં જાણીતા નિષ્ણાત તબીબોએ પોતાની સેવાઓ આપી હતી, જેમાં ડો. દિપક અરોરા
ડો. મિતલબેન પટેલ તબીબોની ટીમ દ્વારા દર્દીઓનું ઝીણવટભર્યું નિદાન કરવામાં આવ્યું હતું.કેમ્પની મુખ્ય સુવિધાઓ અને લાભાર્થીઓઆ કેમ્પમાં આધુનિક સાધનો દ્વારા વિવિધ રોગોની તપાસ કરવામાં આવી હતી, જેમાં 500 થી વધુ લાભાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેમ્પમાં નીચે મુજબની તપાસ નિઃશુલ્ક કરવામાં આવી હતી ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની તપાસ.
​હાડકાના રોગોનું નિદાન.કાન, નાક અને ગળાના રોગોની તપાસ જનરલ મેડિકલ ચેકઅપ અને પરામર્શ સેવાભાવી કાર્યકરોની જહેમતઆ કેમ્પને સફળ બનાવવા માટે મન્સૂરી સમાજના પ્રમુખ રફિકભાઈ યાકુબ મન્સૂરી ના માર્ગદર્શન હેઠળ મંત્રી આરીફભાઈ, સાહિલભાઈ મન્સૂરી, કાદરભાઈ, ખીચડી ઐયુબભાઈ પોપટ, અયુબભાઈ સિદ્દીકભાઈ મન્સૂરી તથા સાજીદભાઈ પીરીયો સહિત સમાજના તમામ સભ્યોએ ખડેપગે હાજર રહી ભારે જહેમત ઉઠાવી હતી.પ્રજાસત્તાક પર્વના દિવસે આરોગ્ય લક્ષી આ સેવાયજ્ઞને સ્થાનિક લોકોએ ખૂબ બિરદાવ્યો હતો.

Related posts

કોર્ટે અધિકારીઓ ની ઓફિસો સીલ કરવા તેમજ તેમનો સામાન જપ્ત કરવા નો આદેશ કર્યો

admin

લીંબડી ખૂશી ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ લોકોનેને પૌષ્ટિક કીટનું વિતરણ કરાયું

admin

મહીલા પોલીસ સ્ટેશન છોટાઉદેપુરની શી-ટીમ દ્રારા કરવામાં આવેલ પ્રસંસનીય કામગીરી

admin

Leave a Comment