40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ પર ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો

ડભોઇ-તિલકવાડા માર્ગ પર અકસ્માત: અજાણ્યા વાહનની ટક્કરે રોડ ક્રોસ કરી રહેલી મહિલાનું ઘટનાસ્થળે જ મોત, વાહન ચાલક ફરાર

ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ પર ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ડભોઇની નાંદોદી ભાગોળથી ચોતરીયા પીર તરફ જતા માર્ગ પર કેનાલ નજીક એક અજાણ્યા અને પૂરપાટ ઝડપે આવતા વાહને રોડ ક્રોસ કરી રહેલી એક મહિલાને જોરદાર ટક્કર મારતા મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને વાહન ચાલક તુરંત જ વાહન લઈને ફરાર થઈ ગયો હતો.

ડભોઇ-તિલકવાડા રોડ પર, ચોતરીયા પીર કેનાલથી થોડેક આગળ હાઇ-વે રોડ પર બન્યો હતો. મરનાર મહિલાની ઓળખ નુરલીબેન હબુરીયાભાઈ છગનભાઈ (ઉ.વ. ૫૫) તરીકે થઈ છે. તેઓ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકાના કેલહરી (સમરા) ગામના રહેવાસી હતા અને હાલમાં ડભોઇ ટાઉનમાં ચોતરીયાપીર કેનાલ નજીક આવેલા શીવાભાઈ રબારીના કૂવા ઉપર રહેતા હતા.રાત્રે સમયે નુરલીબેન રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મહિલાને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. પોલીસ તપાસના ચક્રો ગતિમાન
​અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ડભોઇ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસ ટીમો દ્વારા મુખ્ય માર્ગ પરના તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. જે વાહને આ અકસ્માત સર્જ્યો છે, તેની ઓળખ કરીને તેના ચાલકની ટૂંક સમયમાં જ ધરપકડ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
​ડભોઇ-તિલકવાડાનો આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેનો મુખ્ય માર્ગ હોવાથી અહીં ભારે વાહનોની અવરજવર સતત રહે છે. આ અકસ્માતને પગલે રસ્તાની સુરક્ષા અને અકસ્માતો ઘટાડવા માટે હાઇ-વે પર સ્પીડ લિમિટનું પાલન કરાવવાની તથા ઓવર-સ્પીડિંગ કરતા વાહન ચાલકો સામે કડક પગલાં લેવાની માંગ સ્થાનિક લોકોમાં ઉઠી છે.

Related posts

વડોદરામાં વસતા કેરળીયન સમાજના લોકો દ્વારા સમતા વિસ્તારમાં આવેલ ઐયપ્પા મેદાન ખાતે મકરા વિલક્કુની ઉજવણી

admin

ભક્ત કવિ શ્રી દયારામ ની 247મી જન્મજયંતી નિમિત્તે ડભોઇ શ્રી એમ.એચ.દયારામ શારદા મંદિર હાઇસ્કુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ

admin

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી પ્રમુખસ્વામી કુટીર સોસાયટીનો હલ્લાબોલ

admin

Leave a Comment