27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ભક્ત કવિ શ્રી દયારામ ની 247મી જન્મજયંતી નિમિત્તે ડભોઇ શ્રી એમ.એચ.દયારામ શારદા મંદિર હાઇસ્કુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ

જેમાં તેઓને શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા. મૂળ ડભોઈ તાલુકાના ચાંદોદ જન્મભૂમિ અને ડભોઇ દર્ભાવતીના ભાણેજ અને કૃષ્ણ ભગવાન ના ભક્ત અને સમગ્ર ગુજરાતમાં ગરબી તેમજ પદો થી અને કૃષ્ણ ભગવાનની ભક્તિથી પ્રખ્યાત થયેલા કવિ દયારામ શ્રી ને 247 મી જન્મ જયંતી નિમિત્તે ડભોઇ દયારામ હાઇસ્કુલ ખાતે તેઓની યાદમાં સંસ્થાના પ્રમુખશ્રી દીપકભાઈ ભોઈવાલા અને શાળાના આચાર્યશ્રી સુનીલભાઈ રાઠવા, યોગેશભાઈ પટેલ, અનિલભાઈ ચાવડા , લાલજીભાઈ ચૌધરી,જયશ્રી બેન ગજ્જર, આશાબેન કાપડીયા, વૈષ્ણવી બેન શુક્લ અને શિક્ષકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ હતો. જેમાં બાળકોએ સુંદર રીતે ગરબી ના પદો ને નૃત્ય રૂપે રજૂ કર્યું. શિક્ષકશ્રીઓ દ્વારા પ્રવચન રજૂ કર્યું.આ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી ત્યારબાદ તેઓની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યું હતું.

Related posts

મારુતિ મંડળ દ્રારા ચૈત્ર નવરાત્રી પૂર્વે સંધ્યાએ બીફોર ગરબા અને લોક ડાયરા સાથે મહા પ્રસાદી તેમજ ગરબાનું આયોજન

admin

પારંપરિક ગરબા મહોત્સવમાં વિવિધ વેશભૂષા સાથેના ગરબા યોજાયા

admin

પૌવાવાલાની ગલી ની બહાર જર્જરિત ઇમારતને કોર્પોરેશનની નોટિસ બાદ છેલ્લા કેટલાય વર્ષોથી બંધ થયેલી દુકાન ખુલતા વિવાદ…

admin

Leave a Comment