વડોદરા શહેરના ગોરવા ગામમાં આવેલી આશીર્વાદ સોસાયટીના મેઈન રોડ પર મસ મોટો ભુવો નિર્માણ પામ્યો હતો.જેને લઈ લોકોમાં રોષ ફેલાયો હતો.
વડોદરા મહાનગર પાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠમાં આવેલ ગોરવાગામ આશીર્વાદ સોસાયટીના મેઈન રોડ પર મોટો ભુવો પડ્યો છે. સ્થાનિકો દ્વારા વારંવાર આ બાબતની રજૂઆત ચૂંટાયેલા પ્રતિનિધિઓને કરવામાં આવી હતી. પરંતુ કોઈપણ પ્રકારનું નિરાકરણ કરવામાં આવતું ન હોય જેના કારણે આજે વધુ એક મસમોટો મોટો ભુવો નિર્માણ પામ્યો હતો.અગાઉ પણ આ માર્ગ પર બીજા બે થી વધુ ભુવા પાડયા છે.જેની પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી.ત્યારે વિસ્તારના આગેવાન વીરેન રામીએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.

