હિન્દુ ધર્મમાં આ યાત્રાનું ઘણું મહત્વ છે. માન્યતા અનુસાર, કાવડ યાત્રાએ ભગવાન શિવની વિશેષ પુજા વિધિ છે. શિવના ભક્તો જે કાવડ લઈને નીકળે છે તેને કાવડિયા કહેવામાં આવે છે. કાવડ યાત્રા દરમિયાન ભગવા પોશાક પહેરેલા કાવડિયાઓના સમૂહો દૂર-દૂરથી ગંગાજળ ભરીને શિવાલયમાં જાય છે. ચાલો તમને જણાવીએ કે કાવડ યાત્રાના કેટલા પ્રકાર છે અને તેનો ઈતિહાસ શું છે ? આ વર્ષની વાત કરીએ તો શિવભક્તોને કાવડ યાત્રા માટે વધુ સમય મળશે. ત્યારે બ્રાહ્મણ સમાજ દ્વારા નારેશ્વર થી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાવડ યાત્રામાં 150 થી વધુ શિવ ભક્તો જોડાયા હતા અને કાવડયાત્રામાં કાવડ લઈને નારેશ્વરથી પદયાત્રા કાઢવામાં આવી હતી અને આ કાવડ યાત્રા વડોદરા શહેર સલાટવાડા વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવને નર્મદાના જળથી અભિષેક કરવામાં આવશે

