પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જીલ્લાના જેતપુર પાવી તાલુકાના ભીખાપુરા ગામમાં દીપડાએ ચાર બકરાનો શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. ભીખપુરા ગામના વસંતભાઇ પોતાનાપરીવાર સાથે કાચા મકાનમાં રહે છે. તેવો ગુજરાન માટે ખેતી કામ તથા પશુ પાલન કરે છે. ખેતરમાં મકાઈનો પાક હોય અને તેની સાચવણી જરૂર હોય જે સારું તેવો ઘરની બહાર સૂઈ રહ્યા હતા. ત્યારે રાત્રી દરમ્યાન દીપડો મકાનમાં આવી ગયેલ. જે બાદ ઘરમાં બધેલા 4 બકરાને દીપડાએ પોતાનો શિકાર બનાવ્યા. બનાવ દરમ્યાન પરીવાર ઘરની બહાર સૂઈ રહેલો જેથી કરીને પરિવારનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ વન વિભાગ કરવામાં આવી.
મોહસીન સુરતી છોટાઉદેપુર

