36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

માછીમારી માટે ગયેલા આધેડને મગર ખેંચી જવાની ઘટના બની શોધખોળની લાંબી પ્રક્રિયા બાદ મૃતદેહ મળી આવ્યો

યાત્રાધામ ચાંદોદ નજીકના ગામડી નજીકના ઓરસંગ નદીના કાંઠે રવિવારે માછીમારી માટે ગયેલા આધેડને મગર ખેંચી જવાની ઘટના બની હતી શોધખોળ ની લાંબી પ્રક્રિયા બાદ આજે મૃતદેહ મળી આવતા ચાંદોદ પોલીસે જરૂરી કાર્યવાહી સાથે મૃતદેહને પીએમ અર્થે ડભોઇ ખસેડ્યો હતો

   મૂળ ગામ માથાસર તાલુકો ડેડીયાપાડા જિલ્લો નર્મદા અને હાલ શિનોર તાલુકાના સતીષાળા ગામે ખેડૂત  ત્યાં ખેત મજૂરી અર્થે રહેતા આધેડ પારસિંગ ભાઈ ડોશીયાભાઈ વસાવા ઉંમર વર્ષ 50 અન્ય ત્રણ મિત્રો સાથે રવિવારે બપોરે ચાંદોદ નજીકના ગામડી ગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદીના કાંઠે માછીમારી કરવા ગયા હતા ત્યારે નદીમાં આંટાફેરા કરતો મહાકાય મગર એકાએક કાંઠે નદીમાં પગ લટકાવી માછીમારી કરી રહેલા પારસિંગ વસાવાની નજીક ધસી આવ્યો હતો અને તેને જડબામાં ફસાવી નદીમાં તાણી જઈ આધેડ નો શિકાર કર્યો હતો સાથે રહેલા અન્ય ત્રણ મિત્રોએ બચાવ માટે બૂમાબૂમ કરવા છતાંય આંખના પલકારામાં મગર આધેડને જડબામાં લઈ નદીમાં દૂર જતો રહ્યો હતો સદર ઘટનાની જાણ ચાંદોદ પોલીસ અને વન વિભાગને કરવામાં આવતા ઘટના સ્થળે દોડી આવી જરૂરી  કાર્યવાહી સાથે વડોદરા ફાયર બ્રિગેડને મદદ અર્થે બોલાવી શોધખોળ આદરવામાં આવી હતી પરંતુ મોડી સાંજ સુધી મગરનો શિકાર બનેલા આધેડ નો કોઈ પતો નહીં લાગતા ટીમ રવાના થઈ હતી
  ત્યારે નેચર હેલ્પ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અલ્કેશ માછી તેઓની ટીમ, ચાંદોદ પોલીસ તેમજ સ્થાનિકોએ આખી રાત મગરની હલચલ પર નજર રાખી તેના જડબામાંથી મૃતદેહ છોડવાના પ્રયત્નો આદર્યા હતા પરિણામે આજે સવારે તેમાં સફળતા મળી હતી  મગરે મોમાંથી મૃતદેહ છોડી દેતા તેને નદી બહાર લાવતા મગરે પારસિંગ વસાવા ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જણાઈ આવ્યું હતું ફોરેસ્ટર જીતેન્દ્ર બારોટ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને  વિગત જાણવી હતી 

નોંધનીય છે કે ગામડી આસપાસના ઓરસંગ કાંઠા કિનારે માનવ જાત ને મગર નદીમાં ખેંચી જવાની આ પાંચમી ઘટના છે આવી ઘટના વારંવાર બનતી હોવા છતાં કાંઠા કિનારે માછીમારી તેમજ પશુ ચરાવવા જતા લોકો બેદરકારી દાખવતા મગર ના હુમલામાં જીવ ગુમાવતા રહ્યા છે.

Related posts

હસતા હસતા કા’કાએ કહી દીધું અમને મેયર પદ મળતું નથી !

admin

વડોદરા મહાનગરપાલિકા દ્વારા RCC રોડ બનાવવાની શરૂઆત 20 વર્ષ સુધી શાંતિ નો દાવો

admin

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં જૂની અદાવતને લઈને એક જ કોમના બે ગ્રુપ વચ્ચે અથડામણને સીસીટીવીના આધારે હુમલાખોરોને ઝડપી પાડયા

admin

Leave a Comment