27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંત્રોલી ખાતે ટીબીની સારવાર ચાલતા દર્દીઓને ટીબી રોગની માહિતી માટે પેશન્ટ- પ્રોવાઇડર મીટીંગ યોજાઈ.

છોટાઉદેપુરના અંત્રોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણેના આદેશ અનુસાર અને તાલુકા હેલથ ઓફીસર ડો મનહર રાઠવાના માર્ગદર્શન હેઠળ ટીબીની સારવાર ચાલુ હોય તેવા ટીબી દર્દીઓને ટીબી રોગ અંગે પેશન્ટ- પ્રોવાઇડર મિટીંગ બોલાવી ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. જેમાં એક ટીબી રોગના દર્દીઓ માટે સરકાર દ્વારા મળતી સેવાઓ વિનામૂલ્યે તપાસ, સારવાર તેમજ વિશે તથા નિક્ષય પોષણ સહાય યોજના હેઠળ દર્દીનાં બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવતા રૂપિયા ૫૦૦ તેમજ ટ્રાઈબલ દર્દી માટે મળતી રૂપિયા ૭૫૦ સહાય વિશે પણ વિસ્તૃત વાત કરી હતી. યોજાયેલ પેશન્ટ પણ જરૂરી માહિતી સિનિયર ટીબી લેબોરેટરી સુપરવાઈઝર પરેશભાઈ વૈદ્ય, સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર મનહરભાઈ વણકર આપી હતી, મિટિંગમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. હરપીતસીગ ગનગના તથા સિનિયર ટીબી લેબોરેટરી સુપરવાઈઝર પરેશભાઈ વૈદ્ય, સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર મનહરભાઈ વણકર સહિત આરોગ્ય સુપરવાઈઝર ઘનસીગભાઈ રાઠવા તેમજ લેબોરેટરી ટેકનીશીયન રંગેશભાઈ રાઠવા સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારીઓ તથા ટીબી ચેમ્પિયન્સ અને ડોટ્સ પ્રોવાઇડરો તથા ટીબી રોગના દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

છોટાઉદેપુરમાં પ્રભારી મંત્રી ડો. મનીષાબેન વકીલના અધ્યક્ષ સ્થાને જન જાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી

admin

વિશ્વ આદિવાસી દિવસને લઈ નસવાડીમાં હજારો આદિવાસી ઉમટ્યા,

admin

નસવાડીમાં પશુપ્રેમનું ઉત્તમ ઉદાહરણ : સમયસર સારવારથી નાની કુતરીનો જીવ બચ્યો

admin

Leave a Comment