છોટાઉદેપુર નગરમાં આવેલ ગુરુકુપા સોસાયટીના આગેવાનો પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકર રાઠવાની ઉપસ્થિતિમાં નગરપાલિકા છોટાઉદેપુર ખાતે દ્વારકા ધામ સોસાયટી ખાતે પાણી ભરાઈ રહેવાની સમસ્યાને લઈને ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ હતી.
છોટાઉદેપુર નગરમાં આવેલ ગુરુકૃપા સોસાયટી ખાતે છેલ્લા લાંબા સમયથી દ્વારકા ધામ મુખ્ય રસ્તા ઉપર બારેમાસ રાત દિવસ પાણી ભરાઈ રહે છે. જેથી ઊંડો ખાડો પડી ગયેલ હતો. પાણી ભરાઈ રહેવાને લઈને મચ્છરોનો ત્રાસ પણ વધી ગયો હતો. જેને લઈને આજે પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા, ગુરુકૃપા વિસ્તારના આગેવાનો રાહુલભાઈ પરમાર,કનુભાઈ ગઢવી,અંકુરભાઈ પંચોલી,મમતાબેન પટેલ,રમણભાઈ સહિત આગેવાનોએ નગર પાલિકા ખાતે ચીફ ઓફિસરને રજુઆત કરી હતી. જે રજૂઆતના મામલે નગર પાલિકાના ચીફ ઓફિસરે તાત્કાલિક અસરથી પાણી ભરાઈ રહેવાની સમસ્યાનો ઉકેલ માટે ટીમને કામે લગાડી હતી. જેથી ચીફ ઓફિસરનો આગેવાનોએ આભાર પણ વ્યક્ત કર્યો હતો.
મોહસીન સુરતી છોટાઉદેપુર

