મહારાષ્ટ્ર મંડળ, માંજલપુર દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમનું આયોજન શ્રેયસ સ્કૂલ ખાતે રાખવામાં આવેલ હતું. ધોરણ ૧ થી ૧૨, કોલેજના વિદ્યાર્થીઓ, સ્નાતક, ડિગ્રી ધારકો, રમતગમત, સંગીત, કલા તથા અન્ય કોઈ શેત્ર માં યોગદાન આપી સમાજનું ગૌરવ વધાર્યું હોય તે બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પ્રમુખ અતિથિ તરીકે પ્રાધ્યાપક ડોકટર સંદીપ રામરાવ પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના પ્રાસંગિક સંબોધનમાં તેમને બાળકોને ઉજ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી સાથે સાથે તમામ બાળકો તથા તેમના પરિવારજનોને તેમની કારકિર્દી લક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આજના પ્રસંગે પેરિસ ઓલમ્પિકમાં પ્રતિનિધિ તરીકે નિમણૂક થઈ વડોદરાનું ગૌરવ વધાર્યું હતું તેવા રમતવીર શ્રી લક્ષ્મણ વાસુદેવ કરંજગાવકર નું મંડળ દ્વારા શોલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી નો સન્માન કાર્યકારી મંડળ ના પદાધિકારીઓ ના હસ્તે પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ બાદ ઉપસ્થિત સૌએ વંદે માતરમનું ગાન કરી કાર્યક્રમ સમાપન થયો હતો

