36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહા નગર પાલિકા દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરજીના સંકલ્પ દિવસની ઉજવણી

દેશભરમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરના સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરામાં પણ સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી. વડોદરામાં 23મી સપ્ટેમ્બર 1917ના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરએ કમાટીબાગ સ્થિત વડના વૃક્ષ નીચે બેસીને સંકલ્પ કર્યો હતો કે હું મારા જીવન દરમિયાન શોષિતો, પીડિતો અને દલિતોના હક માટે લડતો રહીશ. ત્યારથી આ ભૂમિ સંકલ્પ ભૂમિ તરીકે ઓળખાય છે. ત્યારે આજના દિવસે તેમને કરેલા કાર્યોને યાદ કરતાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંકલ્પ ભૂમિ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે કમાટીબાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતે ઉપસ્થિત રહયા હતા. ઉપસ્થિત મહેમાનોએ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિ ના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ખાતે ઉપસ્થિત રહ્યા હતા

Related posts

શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ દ્વારા ગુજરાતના વડોદરા ડભોઈમાં 64મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો

admin

વડોદરાના વડસર સ્થિત કોટેશ્વર વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા લોકોને સલામત સ્થળે ખસી સૂચના અપાઈ

admin

વડોદરાની પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડમાં મનોદિવ્યાંગ બાળકો માટે પ્રવેશોત્સવ

admin

Leave a Comment