Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પ્રતાપનગરમાં મેડિકલ સ્ટોરમાંથી નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો

ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓનું વેચાણ કરાતું હતું


ડૉક્ટર નાં પ્રિસ્ક્રીપશન વગર નશાકારક સીરપનુ વેચાણ કરતા મેડિકલ સ્ટોર ઉપર એસ. ઓ .જી એ દરોડો પાડી જથ્થો જપ્ત કર્યો છે અને આવી પ્રતિબંધિત દવાઓનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર સંચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.

નશા કારક સીરપ અને દવાઓનું વેચાણ થતું હોવાની બાતમી એસ. ઓ.જી પીઆઈ એસડી રાતડા ને મળી હતી. જેના આધારે ટીમને દરોડો પાડી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
પોલીસની ટીમ પ્રતાપનગર વિસ્તારમાં પહોંચી હતી અને તપાસ કરતા પ્રતાપનગર મેડિકલ સ્ટોરમાં પહોંચી હતી જ્યાં પ્રતિબંધિત મનાતી નશાકારક સિરાપનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને સાથે રાખી તપાસ કરતા કોડી સ્કેનટી, એનરેક્સ કફ સીરપ, એલસી કોડ ટી કફ સીરપ ની 35 બોટલો અને અલ્ટ્રાસ્કેન નામની ગોળીઓનો 120 નંગનો જથ્થો મળી આવ્યો હતો. ડોક્ટરના પ્રિસ્કીપશન વગર આ દવાઓનું વેચાણ કરવામાં આવતુ હતુ ડ્રગ વિભાગ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Related posts

અટલાદરા વિસ્તારમાં રાત્રિના સમયે સ્કૂટર પર જતી મહિલાના પર્સની લૂંટ કરનાર સગીર ત્રિપુટીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી

admin

મુખ્ય માર્ગ ભીષ્માર બનતા રોડ પર હેલ્મેટ મૂકી ને હેલ્મેટની પૂજા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ

admin

ડભોઇ તાલુકાના ચાંદોદ ગ્રામ પંચાયતે નર્મદા નદીમાં સ્નાન પર લગાવ્યો પ્રતિબંધ નર્મદા નદી ઉપર બોર્ડ લગાવી લગાવ્યો પ્રતિબંધ

admin

Leave a Comment