27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી સુખધામ મંદિર વાઘોડિયારોડ ખાતે પણ.પૂ.ગો.108 શ્રી ડો.વાગીશકુમાર મહોદયજીની નિશ્રામાં મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

આજના યુગમાં રક્ત (લોહી)ની આવશ્યકતા એ દરેક જીવનમાં માનવમાત્ર માટે ખૂબ જ મહત્વની છે. રક્તદાન એ મહાદાન છે કારણ કે રક્તદાન થકી માણસનું જીવન બચાવી શકાય છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ઉમા ચારરસ્તા નજીકના શ્રી સુખધામ મંદિર ખાતે સોલાર ટેક વર્લ્ડ અને શ્રીજી કંસ્ટ્રકશન દ્વારા આયોજિત મેગા રક્તદાન શિબિર નું આયોજન પરમ પૂજ્ય ગોસ્વામી 108શ્રી ડો. વાગીશકુમાર મહોદયજીની નિશ્રામાં યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો તથા અન્ય લોકોએ સવારથી જ ઉપસ્થિત રહ્યા હતાં અને રક્તદાન કર્યું હતું.આ પ્રસંગે પ.પૂ.ગો.108 શ્રી ડો.વાગીશકુમાર મહોદયજીએ આયોજકો તેમજ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આશિર્વાદ પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી સુખધામ મંદિર દ્વારા અવારનવાર સમાજસેવાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

Related posts

સંસ્કારી નગરી વડોદરામાં ફરી રસ્તા પર ભૂવો : અકોટા વિસ્તારમાં મોટો ખાડો પડતા તંત્ર સામે રોષ

admin

ડભોઇ તાલુકાના સાઠોદ ગામ પાસે નર્મદા કેનાલના રિપેરીંગમાં ભ્રષ્ટાચારની ગંધ ? અધૂરું કામ છોડી કોન્ટ્રાક્ટર રફુચક્કર

admin

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એ પત્રકાર પરિષદમાં રાજ્ય સરકાર પર આદિવાસી મુદ્દે આક્ષેપો કર્યા

admin

Leave a Comment