43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે નવા કાયદાઓ વિશે જિલ્લાના પોલીસ અધિકારીઓને માર્ગદર્શન માટે સેમિનારનું આયોજન કરાયું હતું, પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ અને ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન ગાંધીનગર નાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

તારીખ 1- 7- 2024 થી અમલમાં મૂકવામાં આવેલ નવા કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા – 2023 ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા – 2023 ભારતીય સાક્ષય અધિનિયમ – 2023 ના માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે જિલ્લાના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ એમ જે પરાસર સર, ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન ગાંધીનગર રાકેશ રાવ સર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને નવા કાયદો વિશે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ,મુખ્ય જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈ,રાજેન્દ્રસિંહ પરમાર, જયપ્રકાશ પુરાની, મદદનીશ સરકારી વકીલ એમ.જે.પટેલ,એસ.એસ. મન્સૂરી સહિતના જિલ્લાના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

છોટાઉદેપુર બેંક ઓફ બરોડાના 117 માં સ્થાપના દિન નિમિત્તે છોટાઉદેપુર નગરપાલિકા સહિત 15 જેટલા સ્થળો પર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

admin

છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વર્ષ 2024-25ના વર્ક ઓર્ડર મંજૂરી હુકમ વિતરણ કાર્યક્રમ

admin

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાષ્ટ્રપતિશાસન લાવવાની માગ સાથે વિશાળ રેલી

admin

Leave a Comment