છોટાઉદેપુર બેંક ઓફ બરોડાના 117 માં સ્થાપના દિન નિમિત્તે છોટાઉદેપુર નગરપાલિકા સહિત 15 જેટલા સ્થળો પર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુરના લીડ ડિસ્ટ્રીક મેનેજર પિનાકીન ભટ્ટ, નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિન બરજોડ, છોટાઉદેપુરના બરોડા બેંકના મેનેજર સહિત કર્મચારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. અને વૃક્ષારોપણ કર્યું હતું.

