ચુડા આસપાસનાં ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદના લીધે ખેતરોમાં પાણી ભરાયા છે.અને ચેકડેમોમાં નવાં નીરની પધરામણી થઈ છે.
સુરેન્દ્રનગર જીલ્લાનાં ચુડા સહિત ગોખરવાળા,ભૃગુપુર,કારોલ,ઝોબાળા,મોજીદડ,સેજકપર સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
ચુડા તાલુકામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે,ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે.
ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે,અને તેઓ વાવણી લાયક વરસાદથી વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો છે.

