33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડા તાલુકામાં તલાટીઓ ગેરહાજરીથી વિદ્યાર્થીઓ પરેશાન.

ધોરણ 10 નું અને ધોરણ 12 નું બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓને હાલમાં ધોરણ 10 અને 12 માં તેમજ ઉચ્ચ અભ્યાસ ક્રમ માટે એડમિશન મેળવવા માટે આવક તેમજ જાતિનાં તેમજ નોન ક્રિમિનલ,જન્મનાં પ્રમાણપત્રોની જરૂરિયાત હોય પરંતુ ચુડા તાલુકાનાં અનેક ગામડાઓમાં તલાટીઓની સતત ગેરહાજરીથી વિદ્યાર્થીઓ મહા મુશ્કેલીમાં મુકાયા છે.

તલાટી કમ મંત્રીઓ માત્ર એક બે કલાક જ ગ્રામ્ય કક્ષાએ હાજર રહેતા હોય તેવી અનેકવાર ફરિયાદો ઉઠી છે પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે.

તેમજ જન્મનાં કોરા દાખલાઓની સ્ટેશનરીની મિસ મેનેજમેન્ટ ને કારણે અસત જોવા મળી રહી છે.

ત્યારે હાલ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ચુડા તેમજ આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારોમાં ધરમધક્કા ખાઈને પરેશાન થઈ રહ્યા છે.
ત્યારે આ અંગે ચુડા ટીડીઓને રજૂઆત કરતા 8 થી 10 દિવસ સુધી જન્મનાં કોરા પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવવા માટે જણાવાયું છે.

ત્યારે વિદ્યાર્થીઓને એડમિશન મેળવવા માટે સહેલાઈથી જરૂરી પ્રમાણપત્રો ગ્રામ્યકક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ મળી રહે તે માટે તલાટી કમમંત્રીઓ ચુડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હાજર રહે તે માટે માંગ ઉઠી છે.

Related posts

સુરેન્દ્રનગરનાં ચુડા તાલુકાના મોજીદડ ગામે ભવ્યાતિભવ્ય શાકોત્સવ ઉજવાયો.

admin

સુરેન્દ્રનગરનાં ચુડા ખાતે ભાજપનાં નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરાયાં

admin

ચુડા ખાતે “કૃષિ વિકાસ દિન-૨૦૨૫ અને રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫”ની ઉજવણી કરાઈ.

admin

Leave a Comment