31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ આશીર્વાદ રૂપ બન્યું

પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ થકી કિડનીના ૩ ઓપરેશન થયા હાલ સપ્તાહમાં ૨ દિવસ ફ્રી ડાયાલિસિસ થાય છે : લાભાર્થી નગીનભાઈ રાઠવા

આધુનિક સમયમાં માનવીની જીવનશૈલી બદલાઈ છે. આ બદલાતી જીવનશૈલાએ કેટલીક ગંભીર બીમારીઓને પણ આમંત્રણ આપ્યું છે. આ ગંભીર બીમારીઓ મેગા સિટીથી લઇ છેક છેવાડાના માનવીઓમાં પણ જોવા મળી રહી છે. આ ગંભીર બીમારી માનવીના કુંટુબંને શારિરિક, માનસિક અને આર્થિર રીતે ભારે હાનિ પહોંચાડે છે.

શહેરમાં સુવિધાઓ મળી રહે પણ તે એટલી ખર્ચાળ હોય છે કે ગરીબ, મધ્યમ વર્ગ અને છેવાડાના માનવીને પરવડે નહીં. ત્યારે આવી કપરી ઘડીમાં ગરીબ મધ્યમ વર્ગ અને છેવાડાના માનવી માટે ‘આયુષ્માન ભારત યોજના’ વરદાનરૂપ બની છે.

છોટાઉદેપુર તાલુકાના જલોદા ગામના રહેવાસી શ્રી નગીનભાઈ રાઠવા માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ આશીર્વાદરૂપ સાબિત થયુ છે. તેઓને અચાનક પેટમાં દુખાવો થતા પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ગયા હતા. પ્રાથમિક તપાસ કરી ડૉકટરે તેમને વડોદરા હોસ્પિટલ મોકલી આપ્યા. વડોદરા હોસ્પિટલમાં તપાસ દરમિયાન કિડનીમાં પથરી અને રસી આવી હતી. બંને કિડનીનું તાત્લીક ઓપરેશન કરવામાં આવ્યુ. ઓપરેશનના થોડા સમય બાદ તેમની બંને કિડની ફેઈલ થઈ ગઈ. આવા કપરા સમયમાં શારીરીક, માનસિક અને આર્થિક તંગીનો તેમણે સામનો કરવો પડ્યો.

આયુષ્યમાન ભારત કાર્ડની વાત કરતા નગીનભાઈ રાઠવા જણાવે છે કે, કપરા સમયે ગ્રામ પંચાયત પર જઇને પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ કઠાવ્યું હતું. આ કાર્ડ થકી પારુલ હોસ્પિટલમાં ઓપરેશન કર્યા બાદ સારવાર ૧૫ થી ૨૦ દિવસ ફ્રિ મળી હતી. ત્યાર બાદ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે ગયા, ત્યાં પણ ડાયાલિસિસ અને સારવાર કાર્ડ થકી થયા હતા. પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ હોવાથી ઘરના પૈસાનો ખર્ચ કરવો પડ્યો નથી. હાલ છોટાઉદેપુર સિવિલ ખાતે દર મંગળવાર અને શુક્રવારના રોજ ડાયાલિસિસ થાય છે. જેનો બધો ખર્ચ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડમાં થઈ જાય છે. જેમાં આવવા જવાના ખર્ચ પેઠે ૩૦૦ રૂપિયા પણ મળે છે. ડાયાલિસિસ પૂર્ણ થયા બાદ ભોજન પણ સરકાર તરફથી આપવામાં આવે છે.

તેમણે વધુમા જણાવ્યું કે, આયુષ્યમાન કાર્ડ ના હોત તો આર્થિક તંગીને કારણે સારવાર પણ ન કરાવી શક્યા હોત. પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડમા પારૂલ હોસ્પીટલમાં ૨ ઓપરેશન, અમદાવાદમાં ૧ ઓપરેશન અને સારવાર લીધી. પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ હોવાથી આર્થિક તંગીનો સામનો કરવો નથી પડ્યો. હાલ છોટાઉદેપુર સિવિલમાં ડાયાલિસિસ પણ ચાલુ છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ બધાની પાસે હોવુ જોઈએ, એવું તેમનું સ્પષ્ટ માનવુ છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

બોડેલી તાલુકાના આલિખેરવાં ગામની પંચાયત ખાડે ગઈ

admin

પાવી જેતપુર તાલુકાની સનરાઈઝ સાયન્સ સ્કુલના વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાની રૂરલ આઈ.ટી ક્વિઝ માં ભાગ લીધો..

admin

છોટાઉદેપુર જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવાએ છોટાઉદેપુર તાલુકાના વસેડી પ્રાથમિક શાળાની મુલાકાત કરી હતી.

admin

Leave a Comment