33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો

વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામી ગયો છે. ત્યારે ઉપરવાસમાં પણ પડેલા વરસાદને કારણે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે હાલ વિશ્વામિત્રી નદી 12 ફૂટે બે કાંઠે વહી રહી છે.

રાજ્યમાં ચાર અલગ અલગ વરસાદી સિસ્ટમ સક્રિય બની છે.જેના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે હતી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.શહેરમાં બે દિવસથી હળવો વરસાદ વરસી રહ્યો છે. સોમવારે રાત્રિના આઠ વાગ્યા સુધીમાં સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે શહેરના કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા.ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલ વિશ્વામિત્રી નદી 12 ફૂટે બે કાંઠે વહેતી જોવા મળી હતી.

Related posts

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં અકસ્માત બાદ હિંસક બનાવ

admin

ડભોઇ વસઈ માર્ગ પર અધૂરા ગરનાળાનું કામ વાહનચાલકો ત્રાહિમામ, પાંચ મહિનાથી હાલાકી

admin

વડોદરામાં આજવા રોડ પર બે જૂથ વચ્ચે અથડામણ પોલીસ પીસીઆર વેન પર પથ્થરમારાનો મામલો

admin

Leave a Comment