Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકામાં બજેટ મુદ્દે વિશેષ બેઠક યોજાઈ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે આવનારા વર્ષના બજેટને ધ્યાનમાં રાખીને વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી મહેશ બાબુ (IAS) તેમજ માનનીય મેયર શ્રીમતી પિન્કીબેન સોની ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી શીતલ મિસ્ત્રી, નેતા-શાસક પક્ષ શ્રી મનીષભાઈ પટેલ, દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ, સાંસદ શ્રી હેમંતભાઈ જોશી તેમજ માંજલપુરના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, સયાજીગંજના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા અને અકોટાના ધારાસભ્ય શ્રી ચૈતન્ય દેસાઈ સહિત અન્ય સભ્યો હાજર રહ્યા હતા.

બેઠક દરમિયાન શહેરના વિકાસકાર્યો, નાગરિક સુવિધાઓ તથા આવનારા બજેટ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સાથે જ તમામ ધારાસભ્યો અને સાંસદોએ બજેટ સંબંધિત મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા હતા.

Related posts

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મેન રોડ પર આવેલા ઓમકાર સ્ટીલ સેન્ટરમાં ચોરીનો ગંભીર બનાવ સામે આવ્યો

admin

સાવલી પોલીસ મથકના GRD કર્મીનું અકસ્માતમાં મો-ત, પંથકમાં શોક

admin

ડભોઈમાં ભાજપના ગૌરવ’નું અપમાનાકચરાના ઢગલામાંથી મળ્યા પક્ષના ઝંડા, કાર્યકરોમાં ભારે રોષ

admin

Leave a Comment