37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ રોડ પર પૂરપાટ ઝડપે કારની રિક્ષાને ટક્કર મારી

વડોદરા શહેરના અતિ વ્યસ્ત દિવાળીપુરા કોર્ટ રોડ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી કારએ રોડ ક્રોસ કરી રહેલી રિક્ષાને જોરદાર ટક્કર મારતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, દિવાળીપુરા કોર્ટ રોડ પરથી એક રિક્ષા રસ્તો ઓળંગી રહી હતી, ત્યારે કોર્ટ રોડ તરફથી આવી રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા સાથે ધડાકાભેર અથડામણ થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના બ્રેક મારવાથી રસ્તા પર ટાયરના ઘસાવવાના નિશાન (સ્કિડ માર્ક્સ) પડી ગયા હતા, જે કારની અતિશય ઝડપ દર્શાવે છે.

ટક્કરના કારણે રિક્ષા તથા કારના આગળના ભાગે ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે માર્ગ પર વાહનવ્યવહાર ખોરવાયો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવને પગલે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ‘તૂ-તૂ મેં-મેં’ની સ્થિતિ પણ સર્જાઈ હતી.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ટ્રાફિક હળવો કરાવી બંને વાહનોને સાઈડમાં ખસેડ્યા હતા તેમજ અકસ્માતનો ગુનો નોંધી કાર ચાલકની ઝડપ અને બેદરકારી બાબતે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

વડોદરા શહેરના મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા ગોત્રીના હત્યાના બનાવને લઈ આવેદનપત્ર

admin

૯૦ વર્ષીય માતાની અંતિમ ઇચ્છા પૂરી કરવા આખો પરિવાર નર્મદા પરિક્રમાએ નીકળ્યો

admin

ડી.જે.ના પ્રતિબંધ ના કારણે બરોડાની દશામાં મંડળ દ્વારા ઢોલ નગારા સાથે દશામા ની આગમન યાત્રા નીકળી

admin

Leave a Comment