36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

રેતી ભરેલા ટ્રેકટરે આંગણે રમતી નાની બાળકીનો જીવ લઈ લીધો

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં એસટી ડેપો પાછળ આજે હ્રદયદ્રાવક ઘટના બની
બેફામ દોડતા બે નંબર રેતીના ટ્રેકટરે આંગણે રમતી નાની બાળકીનો જીવ લઈ લીધો.

મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક સમયથી બોડેલી અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર રેતીના ટ્રેકટરોનો આતંક વધ્યો છે. આ ટ્રેકટરો નિયમોનું ઉલ્લંઘન કરીને બેફામ ઝડપથી દોડતા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આજે સવારે એવો જ એક બનાવ બોડેલીના એમ.ડી.આઈ. સ્કૂલ પાછળના વિસ્તારમાં બેફામ ઝડપે જતું ટ્રેક્ટર ના ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રેકટર આંગણે રમતી બાળકી પર ચઢી ગયું, જેના કારણે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ સારવાર મળે એ પહેલા જ તેનું કરૂણ મોત થયું
આ ઘટનાએ સમગ્ર બોડેલીમાં શોક અને રોષનું મોજું ફેલાઈ ગયું છે. પોલીસ અકસ્માત વિશે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ઘરેલ છે

Related posts

બનાવટી દારૂની ફેકટરીના ગુનાના કામે છેલ્લા દસ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઉદયપુર(રાજસ્થાન)ખાતેથી ઝડપી પાડતી કરાલી પોલીસ

admin

છોટાઉદેપુર જિલ્લામાં પેટા આરોગ્ય કેન્દ્રો બન્યા છતાં ગ્રામજનો સારવારથી વંચિત — લોકાર્પણના અભાવે તાળા જ લટક્યા

admin

છોટાઉદેપુરના પાનવડ કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.સી શાહ હાઇસ્કુલ પાનવડ ખાતે એનેમિયા આર્યનની ગોળીનું વિતરણ ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

admin

Leave a Comment