વડોદરા શહેરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે, તેમ છતાં પણ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં વાહનો સહિત વિવિધ જગ્યાઓ પર આગ લાગવાના બનાવ સામે આવી રહ્યા છે, તેવામાં શહેર નજીકથી પસાર થતા સિંધરોટ બ્રિજ પાસે પસાર થઈ રહેલી એક કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. બે કારમાં સવાર વ્યક્તિઓ બહાર આવી જતા આબાદ બચાવ થયો હતો બીજી તરફ આ ઘટનાને પગલે બ્રિજ ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જ્યારે બીજી તરફ તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

