વડોદરા થી સુરત તરફ જવાના રોડ ઉપર આવેલી નેશનલ હાઇવે નંબર 48 ઉપર સતલુજ હોટલના પાર્કિંગમાંથી વિદેશી શરાબના જથ્થા ભરેલા ટેમ્પો સાથે વરણામાં પોલીસે બે શખ્સોની અટકાયત કરી 19.35 લાખ ઉપરાંત કબજે કર્યો હતો.
વરણામાં પોલીસ મથકની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે નેશનલ હાઇવે નંબર 48 ના વડોદરા થી સુરત તરફ જવાના રોડ ઉપર તળાવની બાજુમાં આવેલી પાર્કિંગમાં એક આઇસર ટેમ્પો જેમાં ચોરખાનું બનાવીને વિદેશી શરાબનો જથ્થો સંતાડીને રાખેલો છે .જે ચોક્કસ માહિતીને આધારે વરણામાં પોલીસ મથક ની ટીમે હોટલ ખાતે પહોંચી પાર્કિંગમાં પડેલા ટેમ્પોમાં તલાસી લેતા તેમાંથી બે ઈસમો કરજણના નરેશ વસાવા અને લક્ષ્મણ વસાવા જણાઈ આવ્યા હતા. જ્યારે ટેમ્પોની પાછળના બોડી ના ઉપરના ભાગે લોખંડના એંગલ વડે એક ચોર ખાનું બનાવવામાં આવ્યું હતું. ચોર ખાનાની ઉપર અને નીચેના ભાગે તાડપત્રી બાંધી હતી જેને હટાવીને જોતા મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. જે મામલે પોલીસે સ્થળ ઉપરથી કુલ રૂપિયા 19.35 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી બંને ઈસમોની અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

