43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અબોલ જીવોની કસોટી: કરોડોના ખર્ચે બનેલા હવાડા ધૂળ ખાય છે, પશુ-પક્ષીઓ તરસ્યા!

ડભોઈ: ઉનાળાની શરૂઆત થતા જ ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે ડભોઈ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની વ્યવસ્થાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. સરકાર દ્વારા પશુઓ માટે લાખો-કરોડોના ખર્ચે પાણીના હોજ અને ટાંકીઓ બનાવવામાં આવી છે, પરંતુ આ વ્યવસ્થા માત્ર કાગળ પર કે શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે ​ખાલી ખમ હોજ: તંત્ર અને ગ્રામ પંચાયતોની ઉદાસીનતા તાલુકાના અનેક ગામોમાં પશુઓને પાણી પીવા માટેના હવાડા (હોજ) તો બનાવી દેવાયા છે, પણ તેમાં પાણી ભરવાની તસ્દી કોઈ લેતું નથી.

​વલખા મારતા પશુઓ: રખડતા ઢોર અને અબોલ પશુઓ કાળઝાળ ગરમીમાં પાણીની શોધમાં આમતેમ ભટકી રહ્યા છે.પક્ષીઓની હાલત ગંભીર: નાના પક્ષીઓ માટે પણ પાણીના કુંડા કે યોગ્ય વ્યવસ્થાના અભાવે પક્ષીઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે.
​ઉનાળાની શરૂઆતે જ આ હાલત: જો ફેબ્રુઆરી-માર્ચમાં આ સ્થિતિ હોય, તો એપ્રિલ-મે મહિનાની ભયંકર ગરમીમાં અબોલ જીવોની હાલત શું થશે? તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે.​માત્ર ફોટા પડાવતી સંસ્થાઓ સામે રોષ
​સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા છે કે કેટલીક સેવાભાવી સંસ્થાઓ માત્ર સોશિયલ મીડિયા પર ફોટા પડાવવા ખાતર માનવતા બતાવે છે. ખરેખર જે અંતરિયાળ વિસ્તારોમાં પાણીની જરૂર છે, ત્યાં કોઈ પહોંચતું નથી. માત્ર પ્રસિદ્ધિ મેળવવાને બદલે જો આવી સંસ્થાઓ અને ગ્રામ્ય આગેવાનો આગળ આવીને આ હોજમાં પાણી ભરવાની જવાબદારી લે, તો મૂંગા પશુઓ માટે આશીર્વાદરૂપ બની શકે છે શું સરકારના કરોડો રૂપિયા માત્ર બાંધકામ કરવા માટે જ હતા? શું આ હોજમાં પાણી ભરવાની જવાબદારી કોઈની નથી?માંગણી: ગ્રામ પંચાયતો અને વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે તમામ ગામડાઓમાં આવેલા હવાડા અને ટાંકીઓ પાણીથી ભરવામાં આવે.અપીલ: ગામના જાગૃત નાગરિકો અને સાચી સેવા કરતી સંસ્થાઓ આગળ આવે અને પશુ-પક્ષીઓ માટે પીવાના પાણીની કાયમી વ્યવસ્થા કરે.

Related posts

વડોદરા વાડી વિધાનસભાના બોર્ડ 15 ના ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે રેશનકાર્ડ E-KYC આવક દાખલા આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

admin

વડોદરાના ચાર શિક્ષક મિત્રો પાવાગઢ દર્શન બાદ પરત ફરતી વખતે બે શિક્ષકો કેનાલના પાણીમાં ડૂબ્યા

admin

ઐતિહાસિક વિઠ્ઠલનાથજી વિઠ્ઠલનાથજી મંદિરમાં વિશેષ શ્રૃંગારના દર્શન યોજાશે

admin

Leave a Comment