33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોવાઘોડિયા

ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસૂમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઈ જતા ઘટના સ્થળે મો-ત

વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસૂમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઈ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કારચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.જ્યારે સમગ્ર બનાવે જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.

કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષભાઈ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિબેન શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયરના નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી રોસે ભરાયેલા પરિવારજનોએ કારના કાંચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક જ ગામનોજ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકીના મૃતદેહને પોસ્ટમોટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કારચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

વિશ્વામિત્રી કિનારે આવેલ ઐતિહાસિક યવતેશ્વર ઘાટ શિવરાત્રી પૂર્વે રંગબેરંગી શોભાથી ઝળહળ્યો

admin

વડોદરામાં વરસેલા વરસાદે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી

admin

સાવલીમાં પણ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો

admin

Leave a Comment