32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
ઉનાગીર સોમનાથ જિલ્લો

આર્મીની ટ્રેનીંગ પૂર્ણ કરી વતન આવતા મોટી સંખ્યામાં ગામ લોકોએ સ્વાગત કર્યું

ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ તેમજ રાજુભાઈ ડાભી વાંસોજ ગામે હાજર રહ્યા

ઉના તાલુકાના વાંસોજ ગામે યુવાનો દ્વારા આટલા વર્ષોમાં પ્રથમ વાર આર્મી ના સન્માનમાં રેલી નું આયોજન કરેલ હતું એહમતપુર માંડવી ચેકપોસ્ટ થી વાંસોજ ભૂતનાથ મહાદેવ મંદિરથી ગામના લીંબડીયા ચોરા તથા કામળિયા પરિવાર ના ચામુંડમાં ના મંદિર સુધી રેલી રાખેલ સાથે સ્ટેજ પ્રોગ્રામ અને જમવાનું આયોજન કરેલ જેમાં બીજલભાઈ સોલંકી(કોળી સમાજના માજી પટેલ) ના સહયોગ થી કોળી સમાજ પટેલ બાબુભાઈ ભીમાંભાઈ વંશ,સોલંકી રમેશભાઈ,પ્રવીણભાઈ મકવાણા ગોપાલભાઈ કામળીયા,જેવા અનેક યુવાનો ને પ્રોત્સાહન આપી પ્રથમ રેલી નું કાર્ય સફળ બનાવ્યું હતું જેમાં ગામના આગેવાનો અને સરપંચ તેમજ મુખ્ય મહેમાનોમાં માજી સૈનિક ગીર સોમનાથ પ્રમુખ શ્રી કેપ્ટન અશોક સાહેબ તેમજ માજી સૈનિક ઉના તાલુકા પ્રમુખ રાઠોડ નથુ બાપુ તથા માજી સૈનિક સોલંકી ધીરુભાઈ જીવાભાઇ જેઓ વાંસોજ ગામના જ વાતની છે અને ગામના બાળકોને આગળ લાવવા ખૂબ મોટું યોગદાન આપે છે જેવા આ તમામ મહા અનુભવી મહેમાનો વે હાજરી આપી વાંસોજ ગામ ના લોકોના દીલ જીત્યા અને સમર્પણ કાર્ય સફળ બનાવી વાંસોજ ગામના લોકોને (ગામડાની કહેવતમાં) કેહવાય તેમ એક શિલો(રસ્તો) પાડ્યો જેથી દેશ માટે યુવાનો ને જાગૃતિ આવે અને આવનારી પેઢી પણ આ રસ્તે ચાલે રીપોર્ટર ભાલીયા માધુ

Related posts

ગીર ગઢડા તાલુકાના કાંધી ગામે રાવલ નદી આવતા ગામ લોકો ખુશી છવાઈ

admin

ગીર સોમનાથ ના ઘાટવડ ગામે બુલડોઝર સાથે પહોંચ્યો તંત્ર નો કાફલો…

admin

સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પૂર્વે અમદાવાદના “બાપા સિતારામ સેવા ટ્રસ્ટ”ના 360 જેટલા સ્વયં સેવકો દ્વારા તીર્થને સ્વચ્છ કરીને શ્રમ સેવા કરવામાં આવી

admin

Leave a Comment