વડોદરા શહેર કૉંગ્રેસના મહામંત્રી વસીમ શૈખ અને વડોદરા શહેર કૉંગ્રેસના ઉપપ્રમુખ અસફાક મલેક ની આગેવાની માં અનોખી રીતે મચ્છરદાની પહેરી ને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તાંદલજા વિસ્તારમાં આવેલી કાસોમાં અને તાંદલજા તળાવમાં બિન વરસાદી ઋતુ હોવા છતાં પાણીથી છલોછલ છે. કાસમાં અને તળાવ માં ડ્રેનેજ ના પાણીના કનેકશન નું જોડાણ હોવાથી ગંદકીનું સમ્રાજ્ય જોવા મળ્યું છે. જેના કારણે સ્થાનિકોમાં રોગચાળાનો ભય છે. વર્ષોથી તાંદલજા ગામ ના તળાવ નું બ્યુટીફકેશન કરવામાં આવ્યું નથી.

