ટુ વહિકર ચાલકોના હેલ્મેટ જરૂરી છે, પણ ઘેટાંબકરાની જેમ ટેક્સી પરસિંગ વગરની ઇક્કોમાં ગેરકાયદેસર રીતે થતી વિદ્યાર્થીઓની અવરજવર પર પોલીસને કોઈ વાંધો લાગતો નથી. આજે શહેરના સોમાતળાવ નજીકની એક ખાનગી શાળાની ઇક્કો વાન વાઘોડિયા તરફના માર્ગ પર પલટી ખાઈ જતા કેટલાક વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને ધીરજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ખાનગી વાહનમાં કોમર્શિયલ એક્ટિવિટી થતી હોય અને જો અકસ્માત સર્જાય તો ઇન્શ્યોરન્સ કંપની એક પણ રૂપિયો ચુકાવતી નથી. આ નિયમ અંગે પોલીસ બાકાયદા વાકેફ છે. પણ હપ્તાખોરીની છત્રછાયામાં શહેર જિલ્લામાં વિદ્યાર્થીઓની હેરાફેરી કરતી ઇક્કો વાન મોટા ભાગે પ્રાઇવેટ પારસિંગમાં ચાલે છે. ઇકકોમાં બેસેલા વિદ્યાર્થીઓ પોતાના સ્વ જોખમે મોતની સવારી કરે છે. છતાંય RTO કે પોલીસ વિભાગ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. આજે શહેરના સોમાં તળાવ નજીકની એક ખાનગી શાળામાં ચાલતી સ્કૂલ વર્ધિની ઇક્કો વાન વાઘોડિયા તરફ જતા સમયે દત્તનગર નજીક પલટી ખાઈ ગઈ હતી. ઇક્કો વાનમાં નાના બાળકો પણ હતા. જેઓને સામાન્ય ઇજા થતા સારવાર અર્થે ધીરજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નવાઈની વાત એ છે કે ,પલટી ગયેલી ઇક્કો વાન પણ ખાનગી પારસિંગની હતી. RTOના નિયમ પ્રમાણે ખાનગી વાહનોમાં પેસેન્જરની હેરાફેરીમાં ગુન્હો બનતો હોવા છતાંય અહીંયા બાળકોની હેરાફેરી થતી હતી. જોઈએ હવે પોલીસ અને RTO તંત્ર શું કાર્યવાહી કરે છે?

