Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના અગોરા સિટી સેન્ટર ખાતે ચોથા માળેથી પટકાતા યુવકનું મો-ત

વડોદરા શહેરના અગોરા સિટી સેન્ટર ખાતે દુર્ઘટનાજનક ઘટના સામે આવી છે, જેમાં ચોથા માળેથી પટકાતા એક યુવકનું મોત નિપજ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકનું નામ હિતેન્દ્ર પરમાર હોવાનું સામે આવ્યું છે. ઘટના સમયે યુવક ચોરીના ઇરાદે બિલ્ડિંગમાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લોકોની હલચલ જોતા ઝડપાઈ જવાના ડરથી યુવક પટકાયો હોવાની પણ શંકા વ્યક્ત થઈ રહી છે.

ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થાનિકો દોડી આવ્યા હતા અને મૃતદેહને સારવાર અર્થે એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ સમગ્ર મામલે સમા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને યુવક બિલ્ડિંગમાં કેવી રીતે પહોંચ્યો તેમજ ઘટનાની સાચી હકીકત શું છે તે અંગે તપાસ ચાલી રહી છે.

Related posts

સાવલીના APMC હૉલ ખાતે ધી બરોડા સેન્ટ્રલ કો.ઓપરેટિવ બેંક દ્રારા સહકારથી સમૃદ્ધિ અંતર્ગત કાર્યશાળા યોજાઈ

admin

વડોદરા શહેરમાં ઘણી ઇમારતો જૂની અને જર્જરિત

admin

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં દબાણ દૂર કરવા મહાનગરપાલિકાની કાર્યવાહી

admin

Leave a Comment