વડોદરા શહેરમાં સામાન્ય ઝઘડામાં યુવકની કોશના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.સમગ્ર બનાવને મામલે સયાજીગં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાં સામાન્ય ઝઘડામાં એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી.સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠામાં આ ઘટના બની હતી. 25 વર્ષીય યુવક અજય સોનીની કરપીણ હત્યા કરવામાં આવી હતી.મોઢા ઉપર કોસના ઘા મારીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ભવાની નગરમાં ધોળે દિવસે બનેલી આ ઘટનાથી ચકચાર બચી જવા પામી છે.મળતી માહિતી અનુસાર રાહુલ ખેડેકર નામના ઈસમે આ હત્યા કરી હતી.આ હુમલામાં અન્ય એક યુવકને પણ ગંભીર ઈજા પહોંચી છે બનાવને પગલે સયાજીગંજ પોલીસે હોસ્પિટલ ખાતે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

