Genius Daily News
કવાંટછોટાઉદેપુર જિલ્લો

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પિપલદી ગામે ચૂંટણીની બબાલમાં ગોળી મારી યુવકની હત્યા

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પિપલદી ગામે ગત મોડી રાત્રે ફાયરિંગ કરીને એક યુવકની હત્યા કરવાની ઘટના સામે આવી હતી. જેમાં મરણ જનાર વ્યક્તિ પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાનો ભત્રીજો હોવાનું સામે આવ્યું છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલી બબાલની અદાવત રાખીને ગામના જ બે શખ્સોએ કુલદીપ પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે હાલ ફરાર આરોપીઓમાંથી એક શંકર સનજી રાઠવાની અટકાયત કરીને પુછપરછ હાથ ધરી છે. જ્યારે અન્ય એક હજી પોલીસ પકડથી દૂર છે.

Related posts

કવાટ જૂથ યોજના કામગીરીનું પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું.

admin

પુનિયાવાંટની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધતા શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર

admin

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના કવાટ તાલુકાના ભુમસવાડા ગામે રીસર્ફેસિંગ રોડનું ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.

admin

Leave a Comment