Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સ્માર્ટ મીટર ફરજિયાત નહિ કરવા ની માંગ સાથે આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી.

આમ આદમી પાર્ટી વડોદરા ના પ્રમુખ અશોક ઓઝા ની આગેવાની હેઠળ નવી જિલ્લા કલેકટર કચેરી ખાતે સૂત્રોચાર સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી કે હાલ જે સાદા મીટર હતા જેમાં કોઈ જ ગ્રાહક વીજ ચોરી નથી કરતા બધું સુવ્યવસ્થિત ચાલે છે તો એજ સાદા મીટર રાખવામાં આવે અને સ્માર્ટ મીટર ફરજિયાત નહીં કરવા .આવે તેવી માંગ આમ આદમી પાર્ટી એ કરી હતી .શહેરમાં નાગરિકોને સ્માર્ટ મીટર નો ડર ગરીબ અને મઘ્યમવર્ગના પરિવારો ની ચિંતા વધારી રહ્યો છે. હાલ નવા કનેક્શન લઇ રહેલા ગ્રાહકો તેમજ સોલાર પેનલ નો લાભ લઈ રહેલા ગ્રાહકો ને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યું છે
સ્માર્ટ મીટર થી લાખો રૂપિયાના બિલ આવ્યા હોય વીજ કંપનીના અધિકારીઓ પાસે પૂરતું નોલેજ નથી ખાનગી કંપનીઓ કામ કરી રહી છે એ ફરિયાદ સાંભળતી નથી. હાલ ખૂબ જ વિરોધ થઈ રહ્યોછે એટલે પ્રિપેઇડ મીટર (એડવાન્સ રિચાર્જ સિસ્ટમ) અમુક સમય પુરતી જ બંધ કરવામાં આવી છે જેવા મીટરો લાગી જશે એવું જ પોસ્ટ પેઇડ સિસ્ટમ બંધ કરી પ્રિપેઇડ સિસ્ટમ ફરજિયાત થશે અને રાત્રે રિચાર્જ ખાલી થઈ જાય તો રાત્રે જ વીજળી ડુંલ થઈ જશે એ પણ નક્કી જ છે. સ્માર્ટ મીટર લોકો પાસે થી વધારે પૈસા પડાવવા માટેનું સ્માર્ટ યંત્ર છે.
સાદા મીટર રાખવામાં આવે અને સ્માર્ટ મીટર ફરજિયાત કરવા નહિ. તેવી માંગ આમ આદમી પાર્ટીના વડોદરાના પ્રમુખે કરી હતી

Related posts

અંકલેશ્વર શહેર અને ભડકોદરા ભાજપ દ્વારા સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગ રૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

admin

પત્તા પાના વડે હાર-જીતનો જુગાર રમતા કુલ-૦૪ ઇસમોને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેરની બાપોદ પોલીસ ટીમ

admin

વડોદરાના U-Wayના ગરબામાં ભારે હોબાળો ! પહેલીવાર રિફંડ ની બૂમો ઉઠી

admin

Leave a Comment