Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી રાજીનામું આપી અપક્ષમાં ઉમેદવારી નોંધાવી

આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્ય સંગઠન મંત્રીએ આપ્યું રાજીનામું વિસાવદર વિધાનસભા 87 માં અપક્ષ ઉમેદવાર તરીકે નોંધાવી ઉમેદવારી વિસાવદર વિધાનસભા 87 માં અચાનક જ રાજકીય વિસ્ફોટ થયો હતો જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી હિતેશ ભાઇ વઘાસીયા એ પોતાના મંત્રી પદેથી રાજીનામું આપી અને વિસાવદર વિધાનસભા 87 ના અપક્ષ ઉમેદવાર તરીકે પોતે ઉમેદવારી નોંધાવી હતી . મીડિયા સમક્ષ તેઓએ જણાવ્યું હતું કે હું ઘણા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હતો પરંતુ આમ આદમી પાર્ટી ના કહેવાતા મોહરાઓ તરફથી તેઓ અસંતૃષ્ઠ હોય અને વિસાવદર વિધાનસભા 87 ના મતદાતાઓને આ ચૂંટણીમાં ગુમરાહ કરવામાં આવી રહ્યા હોય તેવું જણાતા આજે તેઓએ મીડિયા સમક્ષ પોતે ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી પદેથી રાજીનામું આપી વિસાવદર વિધાનસભા સત્યાસીની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી હિતેશભાઈ વઘાસિયાએ પોતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને પાર્ટીની અંદર થતી અ નીતિમત્તાઓ પોતે મીડિયા સમક્ષ જાહેર કરી હતી આમ આજે વિધિવત રીતે તેઓએ પોતાનું ગુજરાત રાજ્ય આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી પદેથી રાજીનામું લખી અને પ્રદેશ પ્રમુખ ને પહોંચાડી પોતે આમ આદમી પાર્ટી સાથેથી છેડો પાડ્યો હતો . હાલ તો વિધાનસભા 87 માં ખરાખરીનો જંગ જામ્યો છે દરેક પાર્ટી પોત પોતાની તાકાત લગાવી રહી છે જો રહ્યું કે વિધાનસભા 87 ના વિસાવદરના મતદારો કયા ઉમેદવારને પસંદ કરે છે રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

Related posts

ડૉ.બાબાસાહેબ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે લાયન્સ કલબ વિસાવદર દ્વારા ચતૃવિધ કાર્યક્રમોનું આયોજન

admin

વિસાવદરમાં મેઘરાજાની સવારી સતત પાંચ કલાક ધીમીધારે પડ્યો વરસાદ

admin

વિસાવદર વિધાનસભા 87 મા R P I પાર્ટીના ભેસાણના ઉમેદવાર ભયું ઉમેદવારી ફ્રોર્મ

admin

Leave a Comment