પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે નાગેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ફૂલોની રંગોળીના અલૌકિક દર્શન યોજાયા.
શહેરના પૂર્વ વિસ્તારના સુખધામ હવેલી પાસે આવેલ નાગેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે નીત નવીન શિવજી પ્રભુ અલૌકિક દિવ્ય દર્શનનું આયોજન ચાલી રહ્યું છે. જે અંતર્ગત શ્રાવણ માસના દ્વિતીય સોમવારે પ્રભુને પાણીમાં ફૂલોની રંગોળી બનાવીને અલૌકિક મનોરથ દર્શન યોજાયા દભૉવતી ના જાંબાઝ ધારાસભ્ય શૈલેષભાઈ સોટા ,મીનાબેન મહેતા દંપતિ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહીને પ્રભુની આરતી ઉતારીને ભાવવિભોર બન્યા હતા. શ્રદ્ધાળુઓ પણ ખૂબ વિશાળ જન સંખ્યામાં પવિત્ર શ્રાવણ માસ માં ભક્તિ લીન થઈને શિવ ભક્તો દર્શનાર્થે આવી ભક્તિ માં ઓતપ્રોત થઈ રહ્યા છે. પૂજારી ઋષભ ભટ્ટ અને નાગેશ્વર મહાદેવ મંદિરને સમિતિના તમામ કાર્યકરો શ્રાવણ માસ નિમિત્તે સુંદર આયોજન અને વ્યવસ્થા કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

