Genius Daily News
ભરુચ જિલ્લો

ભરૂચ-અંકલેશ્વર રોડ પર કોન્ટ્રાકટર દ્વારા રાતો રાત બમ્પર બનાવી દેતા સર્જાયો અકસ્માત

ભરૂચ-અંકલેશ્વર રોડ પર કોન્ટ્રાકટર દ્વારા રાતો રાત બમ્પર બનાવી દેતા સર્જાયો અકસ્માત,વાહન ચાલકોમાં રોષ ભરૂચથી અંકલેશ્વર તરફના જુના નેશનલ હાઇવે નંબર 8 પર રાતો રાત બમ્પર બનાવી દેવામાં આવ્યા હતા.જેનાથી અજાણ વાહન ચાલકો માર્ગ પરથી પસાર થતા બમ્પરના કારણે ઉછળ્યા હતા.

વિકાસના બમ્પરે વાહન ચાલકોને ઉછાળ્યા જૂના ને.હા.નં.8 પર બનાવવામાં આવ્યા બમ્પર બમ્પરના કારણે અકસ્માત સર્જાતા રોષ
એમ્બ્યુલન્સ પણ ધડાકાભેર ઉછળી સાઈન બોર્ડના અભાવે વાહન ચાલકો જોખમમાં મુકાયા
ભરૂચથી અંકલેશ્વર તરફના જુના નેશનલ હાઇવે નંબર 8 પર રાતો રાત બમ્પર બનાવી દેવામાં આવ્યા હતા.જેનાથી અજાણ વાહન ચાલકો માર્ગ પરથી પસાર થતા બમ્પરના કારણે ઉછળ્યા હતા. અને એક એમ્બ્યુલન્સ પણ બમ્પર પરથી કુદી હતી.કોન્ટ્રાકટર દ્વારા અચાનક બનાવવામાં આવેલા બમ્પરથી વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.માર્ગ પર કોઈ જ રિફલેક્ટર કે સૂચના દર્શવાતું બોર્ડ ન હોવાના કારણે અકસ્માત પણ સર્જાયો હતો.

ભરૂચથી અંકલેશ્વર તરફ જતા મુખ્ય માર્ગ પર મોડી રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા નવા બમ્પ બનાવવામાં આવ્યા હતા, પરંતુ બમ્પ પર જરૂરી રેડિયમના પટ્ટા લગાવવામાં ન આવતા વાહનચાલકોને બમ્પ દેખાયા નહોતા. પરિણામે વાહનો ધડાકાભેર બમ્પ સાથે અથડાઈ પડ્યા હતા.રાત્રિના અંધકારમાં ખાસ કરીને ટૂ-વ્હીલર સવારીઓને બમ્પનો ખ્યાલ ન આવતા તેઓ પટકાયા હતા. જેને કારણે કેટલાક લોકોને ઇજા પહોંચી હતી.

Related posts

અંકલેશ્વરના ગડખોલના મહેન્દ્રનગરમાં છઠ પૂજાના કુંડ બન્યો કાળ

admin

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે હવા મહેલ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ખેપીયાઓને ઝડપી પાડયા

admin

ખારીસીંગની વિશેષ ઓળખ ધરાવતા ભરૂચમાં શ્રીજીની ખારીસીંગમાંથી પ્રતિમા બનાવવામાં આવી

admin

Leave a Comment