વડોદરાના શહેરના મુજમહુડા રોડ પર કોર્પોરેશનના કચરાના ડમ્પરની બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો હતો.જ્યારે અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પરની મુજ મહુડા વિશ્વામિત્રી બ્રિજ પર બ્રેક ફેલ થતાં ડિવાઈડર સાથે ધડાકા ભેર અથડાયું હતું.જેના કારણે ડિવાઈડર પણ તૂટી ગયા હતા.જ્યારે એકટીવા ચાલક કમલેશ મેકવાન પોતાની એકટીવા લઈને પસાર થઈ રહ્યો હતો. દરમિયાન ડમ્પરની અચાનક બ્રેક ફેલ થઈ હતી.જોકે એકટીવા ચાલકનો આબાદ બચાવ થયો હતો. એકટીવાના ચાલકે કચરાનું ડંપર ખખડધજ હાલતમાં વપરાતું હોવાનું જણાવ્યું હતું. જેથી વાહન ચાલકો અને લોકોના જીવ જોખમમા મુકાઈ રહ્યા છે.આવા કન્ડમ વાહનોને મૂકી દેવા જોઈએ તેવા આક્ષેપ પણ કર્યા હતા. અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

